ચડ્યું હિલોળે હવા સાથે, પતંગિયા ને ભમરા સાથે,
ચુંટ્યુ ફુલને માળીએ લઇ ગયૂં પોતાને દેશ
ત્યાં ખરીધ્યું કોઇએ, બનાવી દેહની શોભા
કરમાયુ ફુલ ને કિંમત ઘટી,
ગભરાયુ ફુલ ને કરી મુકી દોડાદોડી,
અહીં-તહીં ને પૂછે હવે..?
ફુલ ગયુ દેવતાને ચરણે જ્યારે
જગતને ન કશી પડી તેની,
તો શું દેવ સ્વીકારશે તેને ?
ના જરાય નહી,
દેવ કહે “તારી જરુર નથી, તારી દુનિયામાં તો..
શીદને ડોકાયું હવે મારી દુનિયામાં ”
ફરી ગભરાયું ફુલ ને ગયું સંતોના ચરણે,
કૃપાવાન સંતે દયા ખાઇને આપ્યો,
દિલાસો ને પ્રેમાળ શરણું,
ને હાશ થઇને ફુલ બન્યું નિશ્ચિંત
વિચારો આટલા વર્ષો સંસારને,
રીઝવવામા ગયાં ધુળ ને પાણીમાં,
“મન” કાશ કે પહેલેથી જ ગયો હોત સંતોની પાસે…
______________________________________
-MEHUL PATEL - http://www.FB.com/GujaratiKanudo